રતનપુર પ્રાથમિક શાળાના આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.- આ બ્લોગમાં એજ્યુકેશનને લગતી વિવિધ માહિતી મુકવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે વિવિધ માહિતી માટે સતત મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.

23 Apr 2017

"જ્ઞાનકુંજ" પ્રોજેક્ટને

પ્રતિ,
બી.આર.સી. કો.ઓર્ડિનેટર્સ, તમામ

​ડિજીટલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજયની કામગીરીને વેગ આપવા માટે ગુજરાત સરકારશ્રીના પ્રતિનિધિ મંડળની મહારાષ્ટ્ર રાજ્યની મુલાકાત દરમ્યાન જાણવા મળેલ કેટલાક મહત્વના ક્રિયાત્મક મુદ્દાઓને આધારે "જ્ઞાનકુંજ" વિકસાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટની વિસ્તૃત સમજ અંગે સમગ્ર રાજ્યના ૧ર૦૦થી વધુ ટેક્નોસેવી શિક્ષકોનો એક દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ તા.૧પ/૦૪/ર૦૧૭ના રોજ યોજાયેલ હતો. જે અંતર્ગત "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટને વ્યાપક પ્રતિસાદ મળેલ છે.

શરૂઆતમાં પાયલોટ પ્રોજેકટ તરીકે ૧પ૦૦ શાળાઓના ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં "જ્ઞાનકુંજ" મોડેલનું અમલીકરણ કરવાનું નિર્ધારિત થયેલ છે. સદર પ્રોજેકટ અંતર્ગત શાળાઓની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટનું અમલીકરણ માંગ આધારિત સિધ્ધાંતો પર કરવામાં આવશે. આથી જે શિક્ષકો ટેક્નિકલી સજ્જ, કુશળ અને ટેક્નોલોજી પ્રત્યે રસ ધરાવે છે તેઓ પોતાની શાળામાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ મેળવવા વિગતવાર ગુગલ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન માટે ગુગલ ફોર્મની સીધી લીંક આ મુજબ છેઃ https://goo.gl/forms/iWrUyQ5eOfMRRi722​

ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમ્યાન શિક્ષકો સાથેની ચર્ચા અને પ્રતિભાવોને આધારે જાણવા મળેલ છે કે શિક્ષકોમાં પ્રોજેકટની જાણકારી માટે અત્રેથી કરવામાં આવેલ પ્રયાસો છતાં તમામ શાળાઓ અને ટેકનોસેવી શિક્ષકો સુધી માહિતી પહોંચી નથી. આથી આપના જિલ્લાના ટેક્નોસેવી અને ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણકાર્ય માટે રસ ધરાવતા તમામ શિક્ષકો ગુગલ ફોર્મથી રજીસ્ટ્રેશન કરે તે માટે મારા આ સંદેશનો તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, કેળવણી નિરીક્ષકો, એસ.એસ.એ. પ્રોજેકટ સ્ટાફ,બી.આર.સી.કો.ઓ.,સી.આર.સી. કો. ઓ. અને બી.આર.પી. મારફત વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા જણાવવામાં આવે છે.

--
Best Regards,
State Management information System
Sarva Siksha Abhiyan (SSA) - Gujarat
Gandhinagar - 382017

No comments:

Post a Comment